ખેડૂતની ધોતી મોટા મોલને પડી અબજોમાં – જાણો ઘટના

કર્ણાટકના Bengaluru GT Mall બેંગલુરુમાં સ્થિત GT વર્લ્ડ શોપિંગ મોલના માલિક અને સુરક્ષા ગાર્ડ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે તેણે Dhoti Farmer ધોતી પહેરેલા ખેડૂતને મોલમાં પ્રવેશવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. ફરિયાદના આધારે કેપી અગ્રાહરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે મોલના સુરક્ષા ગાર્ડને યોગ્ય સૂચના આપવામાં આવી ન હતી અને તેઓએ ખેડૂતનું અપમાન કર્યું હતું. તેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કેસ નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ, મંગળવારે સાંજે 6 વાગ્યાની આસપાસ હાવેરીમાં રહેતો નાગરાજ તેના પિતા ફકીરપ્પા સાથે ફિલ્મ જોવા માટે જીટી મોલમાં ગયો હતો. નાગરાજના પિતાને સિક્યુરિટી ગાર્ડે મોલમાં પ્રવેશવા દીધો ન હતો કારણ કે તેણે ધોતી પહેરી હતી. આ દરમિયાન તે અડધો કલાક સુધી સુરક્ષાકર્મીઓની આજીજી કરતો રહ્યો, પરંતુ તેમ છતાં તેને મોલમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘પિતા-પુત્રની જોડીએ ફિલ્મ જોવા માટે ટિકિટ બુક કરાવી હતી, પરંતુ વૃદ્ધાના પોશાકને કારણે તેમને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આરોપ છે કે સુરક્ષાકર્મીઓએ વૃદ્ધ વ્યક્તિને પેન્ટ પહેરીને અંદર જવા કહ્યું. વૃદ્ધ વ્યક્તિએ સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે લાંબી મુસાફરી પછી અહીં પહોંચ્યો છે અને તેથી પાછા જઈને કપડાં બદલી શકતો નથી, પરંતુ મોલના સુરક્ષાકર્મીઓએ કહ્યું કે અહીંનો નિયમ છે. વારંવાર વિનંતી કરવા છતાં પણ સિક્યુરિટી ગાર્ડ સહમત ન થયો અને એક જ વાતનું રટણ કરતો રહ્યો કે મોલ મેનેજમેન્ટનો આદેશ છે કે આવા ડ્રેસમાં મોલની અંદર કોઈ ન જાય. આ કારણે હું એન્ટ્રી આપી શકતો નથી.

વીડિયો વાયરલ થઈ રહ્યો છે

હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. જે બાદ લોકો જીટી મોલ પ્રત્યે પોતાની નારાજગી અને ટીકા વ્યક્ત કરી રહ્યા છે. જીટી મોલે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ગુસ્સે થયા હતા. એક વ્યક્તિએ ‘X’ ChekrishnaCk પર લખ્યું હતું કે મૉલને તેની ભૂલ સુધારવા અને તે વ્યક્તિને એક વર્ષ માટે મફત મૂવી ટિકિટ આપવાનું કહ્યું હતું.

આ જુઓ :   તુકમરિયા પૃથ્વી પરની છે સંજીવની

ભાજપે કર્ણાટક સરકાર પર નિશાન સાધ્યું

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ ટ્વિટર પર ઘટનાનો વીડિયો શેર કરતા કર્ણાટક સરકારની ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કર્ણાટક કોંગ્રેસ ખેડૂત વિરોધી છે. વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં રોષ ફેલાયો છે. આ ઘટના બાદ કન્નડ તરફી અને ખેડૂત તરફી સંગઠનોના સભ્યોએ વિરોધ કર્યો છે. જો કે હજુ સુધી જીટી મોલે આ સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ધોતીની ઘટના બાદ કર્ણાટક સરકારે જીટી મોલને 7 દિવસ બંધ કરવાનો ઓર્ડર કર્યો છે. હવે વિચારો 7 દિવસ બંધ રહેતાં મોલને કેટલું આર્થિક નુકશાન થશે. સ્વાભાવિક છે આંકડો અબજોમાં જશે. જીટી મોલ કંઈ સામાન્ય નથી, હજારોની અવરજવરવાળો છે. અતિ હોંશિયારી જ મોલને ભારે પડી છે.