ઉંમર પ્રમાણે કેટલા કલાક સૂવું હિતાવહ ?

કઈ ઉંમરે કેટલા કલાક સૂવું કોઈ ને ખબર જ નથી ! તમે મોટાભાગે નાના બાળકોને સૂતા જોયા હશે, જ્યારે વૃદ્ધોને મોટાભાગે જાગતા જોયા હશે. હવે તમે વિચારતા હશો કે આવું કેમ થતું હોય છે. તેની પાછળ ઉંમર એક મોટું પરિબળ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા શરીરને અલગ-અલગ ઉંમરે વધુ કે ઓછી ઊંઘની જરૂરિયાત હોય છે. જો તમે કોઈપણ ઉંમરે પૂરતી ઊંઘ મેળવો છો, તો તમે શારીરિક અને માનસિક રીતે ફિટ અને સ્વસ્થ રહેશો. આ સિવાય જરૂરિયાત કરતા ઓછી ઊંઘ લેવી પણ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

ઉંમર પ્રમાણે કેટલું કલાક સૂવું જોઈએ ?

ઊંઘ આવવી કે ન આવવી એ આપણા નિયંત્રણમાં નથી, પરંતુ કેટલીક આદતો સુધારીને આપણે પૂરતી ઊંઘ મેળવી શકીએ છીએ.બાળકોને વધુ ઊંઘ આવે છે જ્યારે વૃદ્ધોને બિલકુલ ઊંઘ આવતી નથી. આવી સ્થિતિમાં દરેકના મનમાં આ સવાલ ઉઠે છે કે કઈ ઉંમરની વ્યક્તિએ કેટલા કલાક સૂવું જોઈએ? ખરેખર, વ્યક્તિને કેટલા કલાક સૂવું જોઈએ તે તેમની ઉંમર પર નિર્ભર કરે છે. જો તમને તમારી ઉંમર પ્રમાણે ઊંઘ નથી આવતી તો તમે બીમાર પણ પડી શકો છો. આવી સ્થિતિમાં તમારે કેટલા કલાક સૂવું જોઈએ તે જાણવું જરૂરી છે.

સૂવાનો યોગ્ય સમય કયો છે?

– બાળકોને સાંજે 7:00 થી 8:00 વાગ્યાની આસપાસ સુવડાવી દેવા જોઈએ.

– 4 થી 11 મહિનાના બાળકોને સાંજે 7:00 થી 9:00 વાગ્યાની વચ્ચે સુવડાવી દેવા જોઈએ.

આ જુઓ :   એલર્જીની શરદી, માથાનો દુખાવો-તાવ જીવશો ત્યાં સુધી નહિ થાય

– 12 થી 35 મહિનાના બાળકોને સાંજે 8:00 થી 9:00 વાગ્યાની વચ્ચે સુવડાવી દેવા જોઈએ.

– શાળાએ જતા બાળકોએ રાત્રે 8:00 થી 9:00 વાગ્યાની વચ્ચે સૂઈ જવું જોઈએ.

– કિશોરોએ રાત્રે 9:00 થી 10:00 વાગ્યાની વચ્ચે સૂવાનો પ્રયાસ કરવો જોઈએ.

– પુખ્ત વયના લોકોએ રાત્રે 10:00 થી 11:00 વાગ્યાની વચ્ચે સૂવાનો પ્રયાસ કરવો જોઈએ.

ઉંમર પ્રમાણે કેટલી ઊંઘ જરૂરી?

હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર મોટા ભાગના નિષ્ણાતો પુખ્ત વયના લોકોને દરરોજ 7 કલાક સૂવાની ભલામણ કરે છે. ઘણી વખત લોકો આનાથી વધુ ઊંઘે છે અને કેટલાક લોકો આટલી ઊંઘ પણ નથી લઈ શકતા. ઊંઘને ​​કારણે લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. આ પુખ્ત વયની વાત છે, હવે ચાલો જાણીએ કે બાળકો અને વૃદ્ધો માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી છે.

બાળકો ને કેટલા કલાક સૂવું જોઈએ ?

– 0 થી 3 મહિનાના બાળકોને 14 થી 17 કલાકની ઊંઘની જરૂર પડે છે.

– 4 થી 12 મહિનાના બાળકોને 12 થી 16 કલાકની ઊંઘની જરૂર પડે છે.

– 1 થી 2 વર્ષના બાળકો માટે 11 થી 14 કલાકની ઊંઘ જરૂરી છે.

– 3 થી 5 વર્ષની વયના બાળકો માટે, દરરોજ 10 થી 13 કલાકની ઊંઘ પૂરતી છે.

– 9 થી 12 વર્ષના બાળકોએ દરરોજ 9 થી 12 કલાક સૂવું જોઈએ.

– 13 થી 18 વર્ષની વયના યુવાનોએ દરરોજ 8 થી 10 કલાક સૂવું જોઈએ.

યુવાનો ને કેટલા કલાક સૂવું જોઈએ ?

– 18 થી 60 વર્ષની વયના લોકો માટે દરરોજ 7 કલાકની ઊંઘ પૂરતી માનવામાં આવે છે.

વડીલો ને કેટલા કલાક સૂવું જોઈએ ?

– 61 થી 64 વર્ષની વયના લોકો માટે દરરોજ 7 થી 9 કલાકની ઊંઘ પૂરતી માનવામાં આવે છે.

– 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોએ ઓછામાં ઓછા 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.

આ જુઓ :   શું તમે પણ સ્ટીલ કે કાચના વાસણ દહીં જમાવો છો ? તો કરી દેજો બંધ

સ્ત્રીઓએ કેટલી ઊંઘ લેવી જોઈએ ?

નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના રિસર્ચ મુજબ ટીનેજ છોકરીઓને 8 થી 10 કલાકની ઊંઘ જરૂરી છે. જ્યારે 24 થી 64 વર્ષની મહિલાઓએ દિવસમાં સાત કલાકની ઊંઘ લેવી જ જોઇએ. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે પુરૂષો કરતાં સ્ત્રીઓને વધુ ઊંઘ લેવાની જરૂર હોય છે. દરેક સ્ત્રીએ પુરૂષ કરતાં 20 મિનિટ વધુ ઊંઘ લેવી જરૂરી છે.

ઓછી ઊંઘ લેવાથી શું નુકશાન ?

કેટલાક લોકોની લાઈફસ્ટાઇલ એવી હોય છે કે તેઓ દિવસમાં માત્ર થોડા કલાકો જ સૂઈ શકે છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઓછી ઊંઘ લેવાથી વારંવાર થતા રોગોનું જોખમ વધી જાય છે. પૂરતી ઊંઘ ન લેવાથી ડાયાબિટીસ, હાઈપરટેન્શન, હ્રદયરોગ, સ્થૂળતા અને ડિપ્રેશન જેવી બીમારીઓના શિકાર બની શકો છે. તેથી, બધા લોકોએ દરરોજ પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરવો જોઈએ.

વધુ ઊંઘ લેવાથી શું નુકશાન ?

એક સામાન્ય જાણકારી અનુસાર લોકો રાત્રે 9 કલાકથી વધુ ઊંઘે છે તેમને હાર્ટ એટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ મેલીટસ, મેદસ્વીતા અને કોઈપણ કારણથી મૃત્યુનું જોખમ વધી જાય છે.

Declaimer : આ એક સામાન્ય જાણકારી માટે લેખ છે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા યોગ્ય નિષ્ણાંત ની સલાહ લેવી જરૂરી છે.

Leave a comment