દેશનું એક એવું રેલ્વે સ્ટેશન કે જ્યાં લોકો ટિકિટ તો લે છે પરંતુ નથી કરતા ટ્રેનમાં મુસાફી, જાણો શું છે કારણ

વિશ્વભરમાં આપણાને અવનવી અજાયબીઓ જોવા મળે છએ તો કેટલીક માનવામાં ન આવે તેવી વાતો પમ સાંભળવા મળે છે, કેટલીક ખાસ જગ્યાઓ વિશે તો કેટલાક ખાસ લોકો વિશે અવનવી વાતો હોય છે ત્યારે આજે એક એવા જ ખઆકસ રેલ્વે સ્ટેશન વિશે વાત કરીશું જ્યાં સ્ટેશન પર લોકો ટિકિટ વેચાતી લે છે પરંતુ ટ્રેનની મુસાફરી કરતા નથી અને આની પાઠળ એક મહત્વનુંવ કારણ જવાબદાર છે તો ચાલો જાણીએ આ કારણ વિશે

આ રેલ્વે સ્ટેશનનું નામ છે દયાલપુર રેલ્વે સ્ટેશન જે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં આવેલું છે. આ સ્ટેશન બનાવવાની પ્રક્રિયા વર્ષ 1954માં થઈ  ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ રેલવે મંત્રી લાલ બહાદુર શાસ્ત્રી સાથે વાત કર્યા બાદ આ સ્ટેશનનું નિર્માણ થયું  હતું.

કહેવામાં આવે છે કે  આ સ્ટેશનના નિર્માણ બાદ અહીં લોકોની અવરજવરમાં ઘણી સાવધાની રાખવામાં આવી હતી, પરંતુ 2006માં લગભગ 50 વર્ષ બાદ આ સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું હતું.રેલવેના જૂના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોકો અહીં ખૂબ જ ઓછી ટિકિટ ખરીદતા હતા.ઓછી ટિકિટ ખરીદવાના કારણે જ રેલવેને ઘણું નુકસાન થઈ રહ્યું હતું. આ કારણે આ સ્ટેશન બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ 2020માં આ સ્ટેશન ફરીથી ખોલવામાં આવ્યું છે.

પ્રાદેશિક લોકોના જણાવ્યા પ્રમાણે , આ રેલ્વે સ્ટેશન ફરીથી બંધ ન થાય તે માટે, અહીંના લોકો દરરોજ ટૂંકા અંતરની ટિકિટ ખરીદી લે છે અને પોતાના પાસે રાખી લે છે પરંતુ તે મુસાફરી કરતા નથી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોકો અહીંથી એક મહિનામાં લગભગ 700 થી 1000 રૂપિયાની ટિકિટ ખરીદે છે, જેથી સ્ટેશન ફરીથી બંધ ન થાય. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દયાલપુર રેલવે સ્ટેશન પર માત્ર એક જ ટ્રેન ઉભી રહે છે.

આ જુઓ :   દાદાના માથા પર અચાનક જ શીંગડા ઉગવા લાગ્યા

Leave a comment