મફતના ભાવે મળી આવતો આ ટુકડો છાતીમાં જામી ગયેલો કફ, શરદી, ઉધરસથી આપશે આરામ

મફતના ભાવે મળી આવતો આ ટુકડો છાતીમાં જામી ગયેલો કફ, શરદી, ઉધરસથી આપશે આરામ, મળી જશે આટલી બધી બીમારીઓથી રાહત.

સામાન્ય રીતે હવામાનમાં પરિવર્તન આવતાની સાથે જ અનેક બીમારીઓ થવાનો ભય રહે છે. જેમાંથી વાયરલ બીમારીઓ તો વ્યક્તિને બહુ જલ્દી પકડમાં લઈ લેતી હોય છે.

તમે શરદી, ઉધરસ અને કફ જેવી વાયરલ બીમારીઓનો શિકાર બની ચૂક્યા હશો. આ બીમારીઓ એવી છે કે જેનાથી કાયમી ધોરણે છુટકારો મળી શકતો નથી.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે ઝડપથી રાહત મેળવી શકશો. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

તમે આજ પહેલાં ગળા માં જામી ગયેલ કફ અથવા તો ખરાશ દૂર કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કર્યો હશે પંરતુ તમને કહી દઈએ કે તમે ફટકડીનો ઉપયોગ કરીને કારગર રીતે રાહત મેળવી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

ગળાની ખરાશ દૂર કરવા માટે તમારે સૌથી પહેલા ફટકડીને ગરમ કરી લેવી જોઈએ. હવે તેને દરરોજ સવારે પાણીમાં મિક્સ કરીને સેવન કરવાથી તમને ઝડપથી આરામ મળી જશે.

જો તમને ઉધરસ થઈ ગઈ છે અને તેનાથી રાહત મળતી નથી તો તમારે ફટકડીને ગરમ કરીને તેને પાણીમાં ઉમેરી દેવી જોઈએ. હવે જ્યારે ફટકડી પાણીમાં ઓગળી જાય ત્યારે તેનું સેવન કરી લેવું જોઈએ.

આ ઉપાય કરવાથી તમને ઝડપથી આરામ મળી જશે અને તમને સમસ્યાથી રાહત મળશે.જો તમને કફથી આરામ મળી રહ્યો નથી તો તમારે ફટકડીને તવા પર શેકી લેવી જોઈએ. હવે તેને વાટીને ચૂર્ણ બનાવી લેવું જોઈએ.

આ જુઓ :   પાઈલ્સના ઉપાય માટે ઘરેલું ઝડપી આયુર્વેદિક સારવાર

ત્યારબાદ તેને મધ સાથે મિક્સ કરીને સેવન કરવાથી તમને રાહત મળી જશે. જેના લીધે તમને ઉધરસથી રાહત મળશે. ગળાની ખરાશ પણ ઓછી થઈ જશે. જ્યારે કોઈ જગ્યાએ ઘા થયો હોય અને લોહી નીકળવાનું બંધ થઈ રહ્યું નથી તો,

તમારે ફટકડી કારગર સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ફટકડીને પાણીમાં મિક્સ કરીને ઘાની જગ્યાએ સાફ કરવું જોઈએ. આ ઉપાય કરવાથી લોહી બંધ થઈ જશે અને તમને આરામ મળશે.

તમે આજ પહેલાં ફટકડીનો ઉપયોગ કોઈની નજર ઉતારવા માટે કર્યો હશે પંરતુ તમને કહી દઈએ કે આ સાથે તમે ફટકડીનો ઉપયોગ કરીને કફ, ઉધરસની સમસ્યા પણ દૂર કરી શકો છો.

ફટકડીના જબદરદસ્ત ફાયદા:

ઈજાના કિસ્સામાં

જો તમને કોઈ ઈજા થઈ હોય અથવા કોઈ ઘા હોય અને તેમાંથી સતત લોહી નીકળતું હોય તો ઘાને ફટકડીના પાણીથી ધોઈ લો. તેનાથી રક્તસ્ત્રાવ બંધ થઈ જશે. ફટકડીના પાણીને બદલે તમે બારીક પીસેલી ફટકડીનો પણ ઉપયોગ કરી શકો છો.

ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ

જો તમારા ચહેરા પર કરચલીઓ આવી ગઈ હોય તો ફટકડીના પાણીનો ઉપયોગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. જો તમે ઈચ્છો તો ફટકડીનો એક મોટો ટુકડો પાણીમાં બોળી ચહેરા પર હળવા હાથે ઘસો. થોડા સમય પછી, તમારા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

પરસેવાની દુર્ગંધ દૂર કરવા

જો તમને પણ ખૂબ પરસેવો થાય છે અને તમારા પરસેવાની દુર્ગંધ પણ આવતી હોય તો ફટકડીનો ઉપયોગ ખાસ કરીને ફાયદાકારક રહેશે. ફટકડીનો ઝીણો પાવડર બનાવી લો. સ્નાન કરતા પહેલા આ ફટકડીના પાવડરની થોડી માત્રા પાણીમાં નાખો. આ પાણીથી સ્નાન કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે.

દાંતની સમસ્યાઓનો અસરકારક ઉકેલ

ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. ફટકડીનો ઉપયોગ દાંતના દુખાવા અને શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે પણ થાય છે. આ કુદરતી માઉથવોશ છે. દાંતના દુખાવાના કિસ્સામાં ફટકડીના પાણીથી કોગળા કરવાથી ફાયદો થાય છે.

આ જુઓ :   આવી રીતે અંજીર ખાવાથી થાય છે અદભુત ફાયદા

અસ્થમા, ઉધરસ અને લાળની સમસ્યાનો ઉકેલ

જો તમે અસ્થમાથી પીડિત છો તો ફટકડી તમારી સમસ્યા માટે રામબાણ છે. ફટકડીના પાઉડરને મધમાં ભેળવીને ચાટવાથી અસ્થમા અને ઉધરસમાં ફાયદો થાય છે.

માથા પરની ગંદકી અને જૂ મારવાના ઘરેલુ ઉપાય

જો તમારા માથામાં જૂ હોય તો ફટકડીના પાણીથી વાળ ધોવાથી ફાયદો થશે. તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણોને કારણે જૂ મરી જાય છે અને માથાની અન્ય ગંદકી પણ ધોવાઇ જાય છે.

યુરિન ઈન્ફેક્શનના કિસ્સામાં

યુરિન ઈન્ફેક્શનની સ્થિતિમાં પણ ફટકડીનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ ફટકડીના પાણીથી પ્રાઈવેટ પાર્ટ સાફ કરવાથી ઈન્ફેક્શનનો ખતરો દૂર થાય છે. આ સિવાય ફટકડીનો ઉપયોગ પાણીમાં દ્રાવ્ય અશુદ્ધિઓને દૂર કરવા માટે પણ થાય છે.

1 thought on “મફતના ભાવે મળી આવતો આ ટુકડો છાતીમાં જામી ગયેલો કફ, શરદી, ઉધરસથી આપશે આરામ”

Comments are closed.