મિત્રો આજે મોટાભાગના લોકોનું એક સામાન્ય કહી શકાય તેવું એક વ્યસન છે ચા. જેના વગર લોકોના દિવસની શરૂઆત નથી થતી. આથી તેમને ઉઠતાની સાથે ચા જોઈએ છે. ઘણા લોકોને તો ઘડીએ ઘડીએ ચા જોઈએ છે. પણ ઘણા લોકોને ચા પીધા પછી તરત જ પાણી પીવા જોઈએ છે. જે તમને નુકસાનકારક છે. ચાલો તો તેના વિશે વિસ્તારથી માહિતી જાણી લઈએ.
ઘણીવાર તમે ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે ચા પછી પાણી ન પીવું જોઈએ. આપણે તેને એક માન્યતા સમજીને અવગણીએ છીએ, પરંતુ આમ કરવું ખરેખર નુકસાનકારક છે. ચા પછી પાણી પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ વાત કોઇ હવામાં નથી કહેતું, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણો છે. ચાલો જાણીએ શા માટે ચા પછી પાણી પીવાની મનાઈ છે અને તેના શું નુકસાન થઈ શકે છે.
કડક ચાની એક વાટકી હૃદયને તસલ્લી આપવાની સાથે સ્વાસ્થ્ય ને નુકશાન પણ પહોચાડી શકે છે. જો કે ચા પીધા પછી કેટલાક લોકોને તરસ લાગે છે. તો તરત જ અથવા 10-15 મિનિટ પછી પાણી પી લે છે. પરંતુ ગરમ ચા અને ઠડું પાણી બંને એક સાથે થવાથી ન તો દાંત માટે પરંતુ પેટ માટે પણ નુકશાન કારક સાબિત થાય છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે ગરમ ચા પછી ઠંડુ પાણી પીવું તમારા માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે.
કેમ લાગે છે ચા પીધા પછી તરસ
એક્સપર્ટનું માનીએ તો એક કપ ચામાં આશરે 50 મિ.ગ્રા. કૈફિન હોય છે જે પેશાબ ઉત્પ્રેરક (ડાઈયુરેટિક)નું કામ કરે છે. આનાથી પેશાબ જલ્દી આવે છે. અને તરસ પણ લાગે છે. ત્યાં વધારે ડાઈયુરેસિસને કારણે કેટલીક વખત શરીરમાં પાણીની કમી થઈ જાય છે. જે સ્વાસ્થ્ય માટે સારું નથી.
દાંતને નુકસાન
ચા પછી પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે. ચા પછી પાણી પીવાની સીધી અસર આપણા દાંત પર પડે છે. દાંતના બાહ્ય પડ એટલે કે ઇનેમલને ગરમ પછી ઠંડી લાગવાથી અસર થાય છે. ખરેખર, ઇનેમલ દાંત માટે કવચ જેવું કામ કરે છે. ઠંડી પછી ગરમીના સંપર્કમાં આવવાથી ઇનેમલને નુકસાન થઈ શકે છે. ચા પછી પાણી પીવાથી પેઢા પણ નબળા પડી શકે છે. જેના કારણે સંવેદનશીલતાની સમસ્યા પણ શરૂ થાય છે.
અલ્સરનું કારણ
ચા પછી પાણી પીવું પણ પાચનતંત્ર માટે હાનિકારક છે. ચા ઉપર પાણી પીવાથી અલ્સરનું જોખમ વધી જાય છે. ચા પછી ઠંડુ પાણી પીવાથી ઘણા લોકોને એસિડિટીની સમસ્યા થવા લાગે છે. જો આ સમસ્યા સતત ચાલુ રહે તો અલ્સર જેવી ગંભીર બીમારીનો ભય રહે છે.
શરદીની પરેશાની
તમે હવામાનમાં ફેરફારને કારણે શરદી અને ફ્લૂ વિશે સાંભળ્યું જ હશે. શરીરના તાપમાનમાં ફેરફારને કારણે આવું થાય છે. ચા પછી પાણી પીવાથી તાપમાનમાં અચાનક ફેરફાર થાય છે. જેના કારણે શરદી અને ગળામાં ખરાશની સમસ્યા થઈ શકે છે.
નાકમાંથી રક્તસ્ત્રાવ
ઉનાળાના દિવસોમાં ઘણા લોકોના નાકમાંથી લોહી નીકળવા લાગે છે. આ ગરમીને કારણે નથી, પરંતુ ઠંડા અને ગરમ તાપમાનમાં અચાનક ફેરફારને કારણે છે. ચા પછી ઠંડુ પાણી પીવામાં આવે તો નાકમાંથી લોહી આવવાની સમસ્યા થઈ શકે છે.
હાર્ટ ફેલ
શોધ પ્રમાણે ગરમ ચા પછી નોર્મલ ઠંડુ અથવા ફ્રિજ વાળું પાણી પીવાથી હાર્ટ ફેલનું રિસ્ક પણ વધી જાય છે. આના સિવાય ક્યાંરેય પણ ખૂબ તડકા માંથી એસી માં પણ જવું જોઇએ નહિ. આનાથી પણ હાર્ટ ફેલનું રિસ્ક રહે છે.
ચા પીધા પહેલા પાણી પીવું
સારું રહેશે કે તમે ચા પીવાના 30 થી 50 મિનિટ પહેલા પાણી પીવું જોઈએ. જો કે જ્યારે તમે ચા કોફીથી પહેલા 1 ગ્લાસ પાણી પીવો છો તો શરીરમાં એસિડિટીનું પ્રમાણ ઓછું થઈ જાય છે. આનાથી પેટમાં ગૈસ, એસિડિટી, કૈંસર, અલ્સર થવાનો ડર નહીં રહે.
ચા પીધા પછી કેટલો સમય પછી પાણી પીવું જોઈએ?
ચા અથવા કોઈ પણ ગરમ પીણું પછી તરત જ પાણી પીવું જોઇએ નહિ. લાંબો સમય આ ટેવ રહેવાથી નુકશાન પણ થઈ શકે છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનું ગરમ પીણું પીધા પછી ઓછામાં ઓછા 15-20 મિનિટ પછી પાણી પીવું જોઇએ. સાથે આખા દિવસમાં 2-3 કપથી વધારે ચા પીવી જોઈએ નહિ.
આમ, ચા પીધા પછી સામાન્ય રીતે પાણી ક્યારેય પણ પીવું જોઇએ નહિ. કારણકે ચા ગરમ હોય છે અને ઉપરથી ઠંડુ પાણી પીવાથી મોનું તાપમાનમાં બગડે છે. જેનાથી દાંતમાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે. અને પેટમાં દુખાવો, પેટને લગતી બીમારી જેવી સમસ્યા થઈ શકે છે. તેથી બને ત્યાં સુધી ચા પીધા પછી પાણી પીવું જોઇએ નહિ.