ઓફિસ માં બેસીને કામ કરવામાં આળશ અને સુસ્તી રહે તો આ વસ્તુઓ ખાવાનું ચાલુ કરી દો

કામ કરવામાં આળશ અહેસાસ સૌથી વધુ થાય છે તેવામાં આપણે ઓફિસના કામ કરવામાં આળસ અને સુસ્તી રહેતી હોય છે જેના કારણે શરીરમાં એનર્જી ખુબ જ ઓછી થઈ જાય છે, જેથી આપણે ઓફિસમાં કોઈ પણ કામ સમય સર પૂરું કરી શકતા નથી. આ માટે આપણે શરીરમાં ભરપૂર એનર્જી બનાવી રાખવી જરૂરી છે.

શરીરમાં આળસ અને સુસ્તી રહેતી હોય તો આપણે કોઈ પણ કરતા સમયે ઊંઘ આવતી હોય છે. જેથી આપણે કોઈ પણ કામ કરવાની ઈચ્છા થતી નથી. આવી સ્થિતિમાં આપણે હેલ્ધી ડાયટને આહારમાં સામેવશ કરવા જોઈએ સાથે આપણે પાણી પણ લેવું જોઈએ.

આ માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ ખાવાની છે જેના વિષે જણાવીશું જેની મદદથી તમે શરીરમાં આવી સુસ્તી ને પણ દૂર કરી શકો છો. જેથી ઓફિસમાં કામ કરવામાં આળસ આવતી હશે તો તે પણ દૂર થઈ જશે અને કામ કરવામાં મન લાગેલું રહેશે.

ઉનાળામાં આવતી આળશ અને સુસ્તી દૂર કરવાના ઉપાય: ઉનાળામાં આપણે શરીરમાં ભરપૂર એનર્જીવાન રાખવા અને ઉર્જાવાન રાખવા માટે આપણે સીઝનમાં મળી આવતા શાકભાજી અને કેટલાક ફળો પણ ખાઈ લેવા જોઈએ, જેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે, જે શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરે છે.

શાકભાજી અને ફળોમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન્સ, મિનરલ્સ જેવા તત્વો મળી આવે છે, જે શરીરમાં પોષક તત્વો મળી રહેવાથી ઘણી બીમારી આપણા શરીરથી દૂર રહે છે. શરીરમાં મિનરલ્સ ની ઉણપ પુરી થઈ જવાથી આપણું શરીર સ્વસ્થ અને હેલ્ધી રહે છે.

ફળોને આહારમાં સમાવેશ કરવાથી આપણી મંદ પડી ગયેલ પાચનશક્તિમાં સુધારો થાય છે અને પાચન ખુબ જ સરળતાથી થઈ શકે છે. જેથી આપણું પેટ સાફ પણ રહેશે અને આપણા શરીરમાં ભરપૂર એનર્જીવાન બનાવી રાખશે, માટે આળસ અને સુસ્તીને દૂર કરવા માટે ડાયટમાં ફળોનો સમાવેશ કરવો જોઈએ.

આ જુઓ :   ઊંચાઈ વધારવા શું ખાવું? સ્વામી રામદેવની આ ટિપ્સ

ઉનાળામાં આપણા શરીરને હાઈડ્રેટ રાખવું ખુબ જ જરૂરી બની જાય છે જેથી ઉનાળામાં મળી આવતા મોસંબી ફળો અને શાકભાજીને આહારમાં સામેવશ કરવા જોઈએ, ફળોમાં ઇલેક્ટ્રોલાઇટની માત્રા વધુ હોય છે આખો દિવસ ઉર્જાવાન બનાવી રાખે છે. આપણે એવા ફળો ખાવા જોઈએ જેમાં પાણીની સરળતાથી મળી રહે છે, આ માટે તરબૂચ, મોસંબી, ચીકુ, સ્ટ્રોબેરી, લીંબુ પાણી, શેરડીનો રસ જેવી વસ્તુઓ ખાવી જોઈએ જે ઉનાળામાં શરીરને થડક આપવાની સાથે શરીરને હાઈડ્રેટ રાખશે.

આપણા સહરીરમાં સૂતી રહેતી હોય તો આપણે રાત્રીનું ભોજન હળવું લેવું જોઈએ અને ભોજન પછી ચાલવા પણ જવું, જેથી ખાધેલ ખોરાક સરળતાથી પચી જશે જેથી તમને રાતે ખુબ જ સારી ઊંઘ આવશે. અને બીજા દિવસે તમે એકદમ ફ્રેશ મેહેશુસ કરશો અને કામ કરવામાં મન લાગેલું રહેશે.

ઓફિસમાં કામ કરતા સુસ્તી અનુભવ થાય ત્યારે ઉભા થઈને થોડું ચાલવું અને થોડો નાસ્તો કરી લેવો જોઈએ જેથી આળસ અને સુસ્તી દૂર થઈ જશે. આ ઉપરાંત આહારમાં વધુ કેલરી, તળેલો, વધારે મસાલાવાળો, કેફીન યુક્ત પદાર્થ, આલ્કોહોલ જેવી વસ્તુનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણકે આ બધી વસ્તુથી શરીરમાં ડીહાઇડ્રેશન ની સમસ્યા ઉદભવી શકે છે. વધારે કોલ્ડ્રીંક આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે જે શરીરમાં એનર્જી લેવલને ઓછું કરે છે શરીરમાં આળશ પેદા કરે છે.

દિવસ દરમિયાન કામ કરવામાં મન લાગતું નથી તો દિવસની શરૂઆતમાં યોગા, કસરત અને વોકિંગનો સમાવેશ કરો જે શરીરને ઉર્જાવાન બનાવશે અને શરીરને આળસ માંથી છુટકાળો અપાવશે. આ સિવાય દિવસ માં ઓછામાં ઓછી 6 થી 7 કલાક ની ઊંઘ લેવી જોઈએ જેથી આપણે બીજા દિવસે ફ્રેશ રહેશો.

Note : અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર, બ્યૂટી ટિપ્સ, હેલ્થ & ફિટનેસ ટિપ્સ સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, કૃપા કરીને ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ જરૂર લો.

આ જુઓ :   નારિયેળ તેલમાં આ મિક્સ કરીને લગાવો - સફેદ વાળ થઈ જશે કાળા

Leave a comment